શુક્રવારે એનડીએમસીએ દિલ્લીમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ તાજ માનસિંહની હરાજી ગોઠવી હતી. આ હરાજીમાં ટાટા સમૂહે દિલ્હીની સ્થિત આ ભવ્ય હોટેલનું નિયંત્રણ ફરી મેળવી લીધુ છે.
તાજ માનસિંહ હોટેલ 33 વર્ષોથી ટાટા ગ્રુપ પાસે જ હતી. હોટલની લીઝ 2011 માં સમાપ્ત થઇ ગઇ હતી પણ ઘણા વર્ષો સુધી તેનો કેસ ચાલતો રહ્યો અને તે દરમ્યાન હોટલને અસ્થાઇ રીતે ટાટા ગ્રુપ જ ચલાવતું હતું.
શુક્રવારે થયેલી હરાજીમાં ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડે જીએસટી સહિત 7.03 કરોડ રૂપિયાની દર મહિને લાયસન્સ ફી અને હોટેલમાંથી બનતી માસિક આવકમાં 32.50 ટકા શેર કરવાની શરત પર હોટલનું નિયંત્રણ જાળવી રાખ્યું છે.
ટાટા ગ્રુપ આ હોટલનું નિયંત્રણ ડબલ કિંમત પર મેળવ્યું છે. અગાઉ ટાટા ગ્રુપ પહેલા 3.94 કરોડ રૂપિયા લાયસન્સ ફી દર મહિને ચુકવતી હતી. આ ફાઇવ સ્ટાર હોટલ દિલ્લીના વીઆઇપી વિસ્તારમાં 3.78 એકરમાં બનાવેલ છે.
આ હોટલની હરાજીમાં ટાટા ગ્રુપની આઈએચસીએલ ને આઈટીસી એ બરોબરની ટકકર આપી હતી.