તાજેતરમાં ભારતની સુરક્ષા એજન્સીઓએ અમિત શાહની સલામતી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને તેનો રીપોર્ટ આપ્યો હતો. જેમાં તેમના જીવનને ખતરો હોવાનું જાણવા મળ્યુ હતું.
આઇબીના અહેવાલ પછી ગૃહ મંત્રાલયે અમિત શાહની સુરક્ષા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેમની પાસે હાલ ઝેડ પ્લસ સુરક્ષા હતી તેને વધારીને ‘ ઝેડ પ્લસ પ્લસ ‘ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પત્ર લખીને બધા રાજ્યને આ બાબતે માહિતી આપી છે.
રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ કમાન્ડો, સ્થાનિક પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા વીઆઇપી લોકોને એસપીજી, ઝેડ +, ઝેડ, વાય અને એક્સ કેટેગરીમાં વિવિધ પ્રકારના સુરક્ષા કવર હેઠળ સિકયોરિટી પૂરી પાડવામાં આવે છે.
આવી સ્પેશિયલ કેટેગરીની સુરક્ષા રાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ, વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધીશો, રાજ્ય ગવર્નર, મુખ્ય પ્રધાન અને કેબિનેટ પ્રધાનોને આપવામાં આવે છે. અમુક કિસ્સામાં સ્પેશિયલ વીઆઇપી લોકોને પણ આવી સુરક્ષા આપવામાં આવે છે.
ઝેડ પ્લસ પ્લસ કેટેગરીની સુરક્ષામાં એનએસજી અને એસપીજી કમાન્ડો અને અન્ય પોલીસ દળના 10 લોકો સાથે મળીને આશરે 36 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *