ગુરુવારે મધ્યપ્રદેશના ચિત્રકુટમાં રાહુલ ગાંધીએ એક સભામાં કહ્યું હતું કે ગુજરાતમાં સરદાર વલ્લભ ભાઇ પટેલની મૂર્તિ ચાઇનાની સહાયથી બનાવામાં આવી રહી છે. આ સરદાર પટેલનું અપમાન છે.
વડાપ્રધાન મોદીજી સરદાર પટેલની 143 મી જન્મદિવસની ઉજવણી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરીને કરવાના છે. આ ઉદ્ઘાટન પહેલા પક્ષ અને વિપક્ષની જોરદાર રાજનીતિ શરુ થઇ ગઇ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડા પ્રધાન કહે છે કે આપણે સરદાર પટેલની મૂર્તિ ગુજરાતમાં સ્થાપિત કરીશું, પરંતુ દુર્ભાગ્યે લોહપુરુષની મૂર્તિ પર મેડ ઇન ચાઇના લખ્યું હશે, કેમકે ચાઇના આ મૂર્તિ બનાવી રહ્યું છે.નરેન્દ્ર મોદીજી ગુજરાત માં સરદાર પટેલની મૂર્તિ બનાવે છે. આ દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ હશે. પરંતુ તે મેઇડ ઇન ચાઇના હશે. તેઓ સરદાર પટેલનું અપમાન કરે છે.
રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપવા બીજેપી અધ્યક્ષ અમિત શાહે ટવીટર પર ટવીટ કરીને કહ્યું કે, પ્રિય રાહુલ ગાંધી, તમારા પરિવારએ સરદાર પટેલને અપમાનિત કર્યા, લોકોના મન અને મનમાંથી તેમની વારસોને ભૂંસી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યું કે, રાહુલ ગાંધીની નસોમાં ઇટલીનું લોહી છે, તેઓ મેડ ઇન ઇટલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *