જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA) એ બુલેટ ટ્રેન નેટવર્કના નિર્માણ માટે ભંડોળ બંધ કરી દીધું છે.
1 ઓક્ટોબર, 2003 ના રોજ રચાયેલી જેઆઈસી એ એક સરકારી એજન્સી છે. જે જાપાન સરકાર માટે સત્તાવાર વિકાસ સહાયનું સંકલન કરે છે. JICA એ સરકારને ખેડૂતોને લગતા મુદ્દાઓને સોલ્વ કરવા માટે કહ્યું છે. બુલેટ ટ્રેન માટે પ્રોજેક્ટ માટે જે જમીન હસ્તગત કરવાની છે તેની કિંમત રૂ. 1 લાખ કરોડ થવાની છે. આઈ-ખેડૂત પોર્ટલ જોવા માટે અહીં ક્લિક કરો
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એન.એચ.આર.સી.એલ.) મેટ્રો રેલ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે નોડલ બોડી છે. ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ક્ષેત્રોમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ બનાવવા ખેડુતોની જમીનો હસ્તગત કરવામાં આ નિષ્ફળ રહી છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે 508 કિ.મી. લાંબી બુલેટ ટ્રેનનો ટ્રેક બનાવવાનો છે. બુલેટ ટ્રેકના નિર્માણ માટે જાપાન તરફ થી 1 લાખ કરોડની લોન આપવાની છે. બુલેટ ટ્રેન માટે જાપાની કંપની JICA એ અત્યાર સુધી માત્ર 125 કરોડ રૂપિયા આપ્યા છે.
જીકાના આ પગલાથી બુલેટ ટ્રેન 2022 સુધી ચાલુ થવા પર પ્રશ્ન ઊભો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *