વિજ્ઞાન ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન, પર્યાવરણ મંત્રાલય, વન અને હવામાન પરિવર્તન કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધને વાયુ પ્રદુષણ નિયંત્રણ કપનાર ઉપકરણ ‘વાયુ’ નું ઉદઘાટન કર્યું.
મંગળવારે કેન્દ્રીય મંત્રી ડો હર્ષવર્ધને પંડીત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિના પ્રસંગે દિલ્લીમાં આઈટીઓ અને મુકરબા ચોક પર વાયુ શુધ્ધિકરણ યંત્ર ‘વાયુ’ (વાઇન્ડ ઓગમેન્ટેશન પુરીફાઈંગ યુનિટ) નું ઉદ્ઘાટન કર્યું.
આ વાયુ શુધ્ધિકરણ યંત્ર ‘વાયુ’ કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR) અને નેશનલ એન્વાયરમેન્ટ એન્જીનિયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (NEERI) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ઉપકરણો દિલ્લીમાં વાયુની ગુણવત્તા સુધારવા માટે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. હર્ષવર્ધને કહ્યું કે ,” સ્વયંસંચાલિત રીતે વિકસિત થયેલા આ પ્રોટોટાઇપ ઉપકરણમાં 500 ચોરસ મીટરના વિસ્તારમાં હવા શુદ્ધ કરવાની ક્ષમતા છે.આ ઉપકરણ 10 કલાક ચલાવવા માટે વીજળીનો ફક્ત અડધો યુનિટ વપરાય છે. દર મહિને મેઇન્ટેનન્સ ખર્ચ રૂ. 1500 આવશે.”
કેન્દ્ર સરકારે દિલ્હીમાં 15 ઑક્ટોબર સુધીમાં વિવિધ ટ્રાફિક ઇન્ટરસેક્શન પર 54 વધુ વાયુ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાની યોજના બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *