સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિકકીમના પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. એરપોર્ટના ઉદ્ઘાટન વખતે મુખ્યમંત્રી પવન ચામલિંગ અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ પણ હાજર રહ્યા હતા.
સિક્કીમના પાકયોંગ એરપોર્ટના ઉદ્ઘાટન સાથે ભારતમાં એરપોર્ટની સંખ્યા 100 થઇ ગઇ છે.પાકયોંગ એરપોર્ટથી ગુવાહાટી અને કોલકાતા માટે ફ્લાઇટ્સ શરૂ થશે. પાકયોંગ એરપોર્ટ સિક્કીમની રાજધાની ગંગટોકથી આશરે 33 કિમી દૂર બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ સમુદ્ર સપાટીથી લગભગ 4,500 ફુટની ઊંચાઇ પર સ્થિત છે. આ એરપોર્ટનો વિસ્તાર 201 એકરમાં ફેલાયેલો છે. આ એરપોર્ટ લગભગ 600 કરોડમાં બાંધવામાં આવ્યું છે.
વર્ષ 2008 માં મંજુરી પછી વર્ષ 2009 માં આ એરપોર્ટનું ભુમિપુજન કર્યા બાદ લગભગ નવ વર્ષ પછી સિક્કિમને આ એરપોર્ટ મળ્યુ છે. આ એરપોર્ટથી સ્થાનિક લોકોને વેપાર ઉધોગોમાં લાભ મળશે અને પ્રવાસન ઉધોગને પણ વેગ મળશે. પ્રવાસન વધશે અને તેનો લાભ સિક્કીમને મળશે.
સિકકીમના પ્રથમ એરપોર્ટના ઉદઘાટન પ્રવચનમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ ,’65 વર્ષોમાં 65 એરપોર્ટ બન્યા અને અમે 4 વર્ષમાં 35 વર્ષ એરપોર્ટ બનાવ્યા છે. દર વર્ષે 9 એરપોર્ટની સરેરાશથી 4 વર્ષમાં 35 એરપોર્ટ બનાવ્યાં છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *