રવિવારે ઝારખંડની રાજધાની રાંચીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના “આયુષ્માન ભારત” ની શરુઆત કરી. માં અમૃતમ કાર્ડ યોજના ની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ‘આયુષ્માન ભારત’ની શરુઆત મોદીજીએ કરાવી દીધી છે. આ યોજનાથી ભારતના 10 કરોડથી વધુ પરિવારના કરોડથી વધુ લોકોને લાભ મળશે .આ યોજના સંપૂર્ણપણે પેપરલેસ, કેશલેસ અને ડીજીટલ હશે.
આયુષ્માન ભારત યોજનામાં પ્રત્યેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાની મફત આરોગ્ય વીમા સુવિધા મળશે. આ યોજનાનો લાભ પંડિત દિનદયાયલ ઉપધ્યાય ની જયંતી 25 સપ્ટેમ્બરના દિવસથી મળશે.
આ મફત વીમા યોજનામાં કેન્સર સર્જરી, રેડિએશન થેરેપી, કીમોથેરેપી, હૃદય સંબંધી સર્જરી, ન્યુરો સર્જરી, સ્પ્રેની સર્જરી, દાંતની સર્જરી, આંખોની સર્જરી અને એમઆરઆઇ અને સીટી સ્કેન જેવી 1,350 બિમારી સમાવેશ થાય છે. આ યોજનામાં લગભગ 13 હજારથી વધુ હોસ્પિટલો અને એમાં લગભગ 7 હજાર ખાનગી હોસ્પિટલો સામેલ છે.
ઓડિશા, દિલ્હી, પંજાબ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકમાં આ યોજનાનો લાભ નહીં મળે. આ 5 રાજયો રાજકીય કારણસર આ યોજનામાં જોડાયા નથી.