મધ્યપ્રદેશમાં બીજેપીએ 12 લાખ કાર્યકરોના ભવ્ય ‘મહાકુંભ’નું કર્યું આયોજન કર્યું છે. 25 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલમાં ભારતીય જનતા પાર્ટી આયોજીત કાર્યકરોના ‘મહાકુંભ’ માં હાજરી આપશે.
બીજેપી આ ભવ્ય આયોજન પર રૂ. 100 કરોડનો ખર્ચ કરવાની છે. પાર્ટી આ કાર્યકરોના મહાકુંભના આયોજનથી આવનાર વિધાનસભાની ચુંટણી પ્રચારની તૈયારી શરુ કરી રહ્યુ હોય તેમ લાગે છે.
મધ્યપ્રદેશમાં બીજેપીના કુલ 65,341 બૂથ છે. પાર્ટીએ દરેક બુથમાંથી 20 કાર્યકરો આવવાનું અનુમાન કર્યુ છે. એટલે આ કાર્યકર મહાકુંભમાં આશરે 12 લાખ કાર્યકરો આવવાનું અનુમાન કર્યુ છે.
મોટી સંખ્યામાં કાર્યકરો આવવાના હોવાથી બીજેપીએ ભોપાલના સૌથી મોટા જંબુરી મેદાનમાં આ મહા કુભનું આયોજન કર્યું છે. કાર્યકર્તાઓને મહાકુંભ સ્થળ પર લાવવા માટે જીલ્લા લેવલ પરથી સ્પેશિયલ બસોની ગોઠવણ કરવામાં આવી છે. પાર્ટીએ કાર્યકરો માટે સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા પણ કરી છે. કાર્યકરો માટે મફત જમવા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા ભોપાલ આવવાના હોવાથી સરકારી તંત્ર કામે લાગી ગયું છે. સલામતીના ભાગ રુપે ભોપાલમાં પોલીસ એલર્ટ પર છે અને મેદાનની ફરતે સિકયોરિટી એલર્ટ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *