23 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારત યોજનાની શરુઆત ઝારખંડની રાજધાની રાંચીથી કરશે.
પ્રધાનમંત્રીની સાથે દેશના બધા વિધાનસભ્યો, સંસદ સભ્યો પોત પોતાના ક્ષેત્રમાં આ યોજનાની શરૂઆત કરાવશે.
પ્રધાનમંત્રીના રાંચી આગમન પહેલા કેન્દ્ર સરકારના અધિકારીઓ અને રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ રાંચી પહોંચી ગયા છે. આરોગ્ય સચિવે પ્રધાનમંત્રીની આગમન પહેલાની તૈયારીઓ સંબંધિત તમામ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રધાનમંત્રી જે સ્થળ પરથી યોજનાનું લોકાપર્ણ કરવાના છે તે સ્થળ પર ટોઇલેટની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મેડીકલ ટીમ, સિકયોરિટી ટીમ, પાર્કિંગની સગવડ, ઇમરજન્સી ટીમની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ બધી વ્યવસ્થા તપાસ કરી લીધી છે. કાર્યકર્મ સ્થળ પર આશરે એક લાખ વ્યક્તિઓની બેઠકની વ્યવસ્થા રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આયુષ્યમાન ભારત યોજના શરુ કરવાના છે તે યોજના હેઠળ લાભદાયી પરિવારને 5 લાખ સુધી આરોગ્ય વીમાનો લાભ મફતમાં આપવામાં આવશે.
રાંચી માં યોજનાના લોન્ચિંગ સમયે પ્રધાનમંત્રી મોદીજીની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, અશ્વની ચોબે ,અનુપ્રિયા પટેલ સાથે અન્ય કેન્દ્રીય નેતાઓ અને રાજયના નેતાઓ પણ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *