ભારત પાકિસ્તાનના સંબંધો પર નવા ચુંટાયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ચિઠ્ઠી લખી છે. 15 સપ્ટેમ્બરના રોજ ઇમરાન ખાને એક ચિઠ્ઠી લખી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી વાતચીત શરુ કરવા માટે એક પત્ર લખ્યો છે. ઇમરાન ખાન ભારત સાથે વાતચીત શરુ કરવાની ઇચ્છા ધરાવે છે તે તેમની આ ચિઠ્ઠી લખવાની શરુઆતથી જાણી શકાય છે.
ઇમરાન ખાને પ્રધાનમંત્રી મોદીને લખેલા એક પત્રમાં કહ્યું કે ,”અમે તમારી ભાવનાને સમર્થન આપીએ છીએ, જે બંને દેશો માટેનો સર્જનાત્મક જોડાણમાં એકમાત્ર રસ્તો છે.પાકિસ્તાન અને ભારત ભારત વચ્ચે ચોક્કસપણે પડકારરૂપ સંબંધ છે. આપણે આપણા લોકો, ખાસ કરીને ભાવિ પેઢીઓ માટે જમ્મુ અને કાશ્મીર સહિતના તમામ વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવા જોઈએ.પરસ્પર લાભ માટે મતભેદોને દુર કરવા જોઈએ.”
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પ્રધાનમંત્રી મોદીને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું છે.
આગામી સપ્તાહ એ યુએનની મહાસભા છે. આ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમ્યાન બંને દેશના વિદેશ પ્રધાન ન્યૂયોર્કમાં મળી શકે છે. બંને દેશના વિદેશ પ્રધાન વચ્ચે વાતચીત થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *