શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાઉદી વ્હોરા સમાજના પ્રોગ્રામમાં હાજરી આપવા માટે ઇંદોર પહોંચ્યા હતાં. મોદીજીએ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં આવેલી સૈફી મસ્જિદ ખાતે દાઉદી વ્હોરા સમુદાયના ધાર્મિક કાર્યક્રમ ‘અશરા મુબારક’ માં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત દાઉદી વ્હોરા કોમના વડા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને કર્યું હતું. ધર્મગુરૂ સાથે મુલાકાત બાદ મોદીજીએ દાઉદી વોહરા સમુદાયને સંબોધન પણ કર્યુ હતું.
મોદીજીએ સમુદાયને સંબોધન આપતા કહ્યુ હતું કે, “તમારા બધાની વચ્ચે આવીને મને એક નવો અનુભવ મળે છે. ઇમામ હુસેનનો પવિત્ર સંદેશો તમે બધાએ હૃદયમાં સમાવેલો છે. ઇમામ હુસેને અન્યાય-અહંકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. હું ખુશ છું કે વ્હોરા સમાજના દરેક વ્યક્તિ આ મિશનમાં સંકળાયેલ છે. આ આપણા સમાજની શક્તિ છે જે અન્ય દેશોથી અલગ પડે છે. ”
મોદીજીએ ટવીટર પર ટવીટ કરીને પણ મેસેજ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *