ગુરુવારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દિપક મિશ્રાના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું કે, બે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચે પરસ્પરની સહમતિથી બનેલા સમલૈંગિક સંબંધને અપરાધ ગણાવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય ખંડપીઠે સમલૈંગિકતાને અપરાધ માનતી ભારતીય દંડ સંહિતાની આઇપીસીની કલમ 377 પર સુનાવણી કરીને ચુકાદો આપ્યો હતો.
સૌથી પહેલા 2001 માં સમલૈંગિક લોકો માટે અવાજ ઉઠાવનાર સંસ્થા નાજ ફાઉન્ડેશન તરફથી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તે પછી હાઈકોર્ટે અરજી રદ્દ કરી. તે પછી અરજદારે રીવ્યુ પીટીશન દાખલ કરી તે પણ રદ થઇ અને આમ હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલતો રહ્યો અને સુનાવણી થતી રહી. આખરે ગુરુવારે તેનો ફાઇનલ ચુકાદો આવી ગયો.
અદાલતે ચુકાદો આપતા જણાવ્યું હતું કે દરેકને સમાન અધિકારોની ખાતરી કરવાની જરૂર છે ,સમાજ પૂર્વગ્રહથી મુક્ત હોવો જોઈએ. બંધારણીય લોકશાહી પ્રણાલીમાં ફેરફારો આવશ્યક છે. જીવનનો અધિકાર માનવ અધિકારો છે. આ અધિકાર વગર બાકીના અધિકારો અસમર્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *