પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનના જન્મદિવસ પર ઉજવાતા શિક્ષક દિવસ પર કેન્દ્ર સરકાર દર વર્ષે ખાસ શિક્ષકોને તેમની વિશિષ્ટ કામગીરીઓ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરે છે.
શિક્ષક દિવસ પર ભારતના શિક્ષકોને તેમની વિશિષ્ટ કામગીરીઓ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોને મળ્યા હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી.
દેશભરમાંથી આવેલ શિક્ષકોને મોદીજી ગ્રુપમાં અને એક પછી એકને મળીને તેમનો પરિચય અને કામગીરી જાણી હતી.વડા પ્રધાન સાથે વાત કરતા પુરસ્કાર વિજેતાઓએ તેમની શાળાની શિક્ષણ વ્યવસ્થા અને તેમની કામગીરીઓની પ્રેરણાત્મક વાતો કરી હતી.
મોદીજીએ શિક્ષકો સાથે વાતચીત કરી મેસેજ પણ આપ્યો હતો. મોદીજીએ કહ્યું કે શિક્ષકો દ્વારા શીખવવામાં આવેલ મુલ્યો જીવનભર વિદ્યાર્થીઓ સાથે રહે છે. અગર જો કોઈ સમાજને સાર્થક અને સકારાત્મક રીતે આગળ લઈ જવાની ક્રિયા કરે છે, તો તે શિક્ષક જ છે. આ સદભાગ્યની સાથે સાથે એક મોટી જવાબદારીની પણ વાત છે અને મને આનંદ છે કે અમારા શિક્ષક સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે તેમની ફરજ અદા કરી રહ્યા છે
મોદીજી ગુજરાતના નવા નદિસર શાળામાંથી આવેલ રાકેશ કુમાર ચન્દ્રકાંત પટેલને મળ્યા હતાં, જેઓએ બ્લોગ જેવા સોશીયલ મીડિયાના અસરકારક ઉપયોગ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની નોંધણી વધારવા માટે પ્રયાસ કર્યો છે.
તેઓએ અહમદનગરથી આવેલા શ્રી વિક્રમ સોન્ડા એડસુલુલને મળ્યા હતા, જેમણે આઉટડોર પ્રવૃત્તિઓનો ઉપયોગ કરીને નવીન શિક્ષણ પદ્ધતિઓનો સ્વીકાર કર્યો. તેમના કામથી વિદ્યાર્થીઓની નોંધણી વધી અને ડ્રોપઆઉટના દરો ઘટ્યા.
તેઓએ મધ્યપ્રદેશના જહાંગીરાબાદમાંથી આવેલા એક શાળાના પ્રિન્સિપાલ ડૉ. ઉષા ખરે ને મળ્યા હતાં. તેમણે શાળામાં ઈ-લાઇબ્રેરીની સ્થાપના કરી અને કન્યાઓની નોંધણી વધારી અને કન્યાઓની સંખ્યાની જાળવણીના પ્રયાસ કર્યા.
મોદીજીએ આસામના ડરરંગથી આવેલા શ્રી શશંકા હઝારિકા ને મળ્યા, તેમણે ક્લાસરૂમ માટે કોમ્પ્યુટરાઇઝેશન અને સોફ્ટવેરના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે નોંધણી વધારીને તેમના કાર્ય દ્વારા વધુ અને વધુ બાળકોને શિક્ષણ મળે તેના પ્રયાસ કર્યા છે.
તેઓએ ગ્રામીણ બેંગલુરુથી આવેલ શિક્ષક ડૉ. રમેશપ્પાને મળ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓમાં યોગ અને રમતોને લોકપ્રિય બનાવ્યા. દિવ્યાંગ વિદ્યાર્થીઓની લિંગ સંવેદનશીલતા અને કલ્યાણ માટે તેમણે નોંધપાત્ર કાર્ય કર્યા છે.
આ સિવાય પણ બીજા બધા શિક્ષકોને તેઓ મળ્યા અને વાતચીત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *