મોદી સરકાર 1 લી સપ્ટેમ્બરથી દેશભરમાં પોસ્ટ પેમેન્ટ બેંક શરુ કરી રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી પોસ્ટ પેમેન્ટ બેન્કનું ઉદ્ઘાટન કરશે.
ઘરે ઘરે પોસ્ટ પહોંચાડનાર પોસ્ટમેન પોસ્ટ પેમેન્ટ બેન્કના ખાતા ખોલવા અને પૈસા જમા કરવા જેવી બેકીંગ સેવાઓ નાના ગામડા સુધી પહોંચાડશે. પોસ્ટમેન, શહેરી અને ગ્રામ્ય પોસ્ટ કચેરીઓ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ ચુકવણીની સેવાઓ આપશે.
પોસ્ટ પેમેન્ટ બેંકની બેંકિંગ સેવા 650 શાખાઓ અને 17 કરોડ ખાતા સાથે શરૂ કરાશે. દેશમાં શરુ કરવામાં આવેલ પેમેન્ટ બેંકમાં પેટીએમ અને એરટેલ પછી પોસ્ટ પેમેન્ટ બેંક પણ જોડાશે. પેમેન્ટ બેંકનો કોન્સેપ્ટ સારો એવો કામ કરે છે અને તેનું ટર્નઓવર પણ વધી રહ્યુ છે.
પોસ્ટ પેમેન્ટ બેંક આવનાર દિવસોમાં એટીએમની સગવડ પણ આપવાનું આયોજન કરી રહી છે. બેકીંગ સાથે ઇનવેસ્ટમેન્ટ સેવાઓ પણ આપશે. પોસ્ટમેન અને પોસ્ટ ઓફિસ પરથી ઇન્શયોરન્સ સેવાઓ પણ આવનાર દિવસોમાં મળશે.
“આપકા બેંક આપકે દ્રાર” સ્લોગન સાથે ભારતીય પોસ્ટ ઓફિસ નાનામાં નાના ગામ અને સામાન્ય માણસ સુધી બેકીંગ સેવા આપવા જઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *