શનિવારે અચાનક અમદાવાદના ગોમતીપુરમાં સિલ્વર ફ્લેટ્સ પાસે મેટ્રો ભુગર્ભ ટનલ ખોદકામના સ્થળ નજીક જમીન ધસી ગઇ હતી.
અમદાવાદમાં જીવરાજ પાર્ક, શીવરંજની ક્રોસ રોડ, નવરંગપુરા, નારણપુરા માં વરસાદી સિઝનમાં નાના મોટા ભુવા પડયા હતાં. પણ શુક્રવારે ગોમતીપુરમાં સિલ્વર ફ્લેટ્સ નજીક શુક્રવારે રાત્રે મેટ્રો પ્રોજેક્ટ માટે એક ભૂગર્ભ ટનલ ખોદવામાં આવી રહી હતી તેના કારણે જમીન ધસી જવાની અને ભુવો પડવાની ઘટના બની હતી. જેના કારણે 20 ફ્લેટના રહેવાસીઓને તેમના ઘર મેગા કંપનીના એન્જીનીયરે તાત્કાલિક ખાલી કરાવ્યા હતાં.
આ ઘટનાથી મેગા કંપની (ગાંધીનગર અમદાવાદ માટે મેટ્રો એક્સપ્રેસ લિંક) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. અમદાવાદમાં ભુવા પડવાની ઘટનાઓ સામાન્ય બનતી જઇ રહી છે અને હવે મેટ્રો લાઇનની આસપાસ પણ ભુવા પડવાની ઘટના વારાફરતી બની રહી છે, જે ચિંતાનો વિષય છે.
જે 20 ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા તેમને અન્ય સ્થળે ટેમ્પરરી રહેવા માટે ભાડુ આપવાની વાત કરી હતી પણ તે મેગા કંપની કે મ્યુનિસપિલ કોર્પોરેશન તરફથી તાત્કાલિક ચુકવાયું પણ નથી. તે 20 ફલેટના લોકોમાં ભયનો માહોલ છે, હવે તેમના ફલેટનું શું થશે તેનો જવાબ તેમની પાસે નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેગા ના અધિકારીઓએ જણાવ્યું હતું કે કામ શરૂ થયાના પહેલાં તે ફલેટના રહેવાસીઓને ખાલી કરાવવા માટેની નોટિસ બહાર પાડવામાં આવી હતી અને તેમને જાણ પણ કરવામાં આવી હતી.
મેગા પ્રોજેક્ટના એમડીએ કહ્યું કે, અમે અમારા માર્ગ પર આવતા તમામ માળખાઓનું સર્વેક્ષણ કર્યું છે. નુકસાન કરવું એઅમારુ કામ નથી . અમે સપાટીથી 8 થી 9 મીટર નીચે કામ કરી રહ્યા છીએ, અને અમે તમામ સલામતી પગલાં લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *