શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્લીમાં ભુતપૂર્વ વડા પ્રધાન અટલજીના અંતિમ સંસ્કાર પુર્ણ કરી રાતે 11 વાગે કેરળમાં પુરની સ્થિતિને જાણવા તિરુવનંતપુરમ પહોંચ્યા હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળના તિરુવનંતપુરમ પહોંચીને કેરલના મુખ્ય પ્રધાન પિનારી વિજયન, કેરળના ગવર્નર પી સતશિવમ અને યુનિયન પર્યટન પ્રધાન સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં પૂરની સ્થિતિની વિગતો જાણી હતી. બચાવ કામગીરીની માહિતી પણ મેળવી હતી.
સતત 9 દિવસથી કેરળમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે કેરળમાં પુરની ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. હવામાન વિભાગે હજુ રવિવાર સુધીમાં કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
કેરળમાં રાજ્યના 14 માંથી 13 જિલ્લાઓમાં પુરના લીધે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પુર પીડીતો માટે 100 કરોડ રુપીયાની મદદની જાહેરાત પણ કરી છે. કેન્દ્ર સરકારે રાજય સરકારને પુર પીડીતો માટે તમામ મદદ કરવાની જાહેરાત કરી છે. 1924 પછીથી કેરળમાં સૌથી મોટી આ સમયે પુરના લીધે આપત્તિ આવી છે. લશ્કર સાથે એનડીઆરએફની ટીમો પુર પીડીતો માટે રાહત કામ કરી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *