93 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત બગડતાં તેમને અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એઇમ્સ)માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. ગુરુવાર સાંજે 5.05 મિનિટે તેમનું એઇમ્સમાં નિધન થયું છે.
11 જુને તેમને યુરીન અને કિડની સંબધિત તકલીફ થવાના કારણે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને યુરિન, છાતી અને કિડનીમાં ઇન્ફેક્શન વધારો થવાથી 15 ઓગસ્ટે તબિયત વધુને વધુ ખરાબ થઇ રહી હતી. એઇમ્સમાં ડૉક્ટરની પેનલ સતત તેમની દેખરેખ રાખી રહી હતી. ગુરુવારે સાંજે તેમનું નિધન થયું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સતત અેઇમ્સમાં વાજપેયીની તબિયતનું મોનિટરિંગ કરતા હતાં. કેબીનેટ મંત્રીઓ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ , પાર્ટીના મોટા નેતા અને કાર્યકરો પણ તેમની તબિયત અંગે કેટલાય દિવસથી ચિંતિત હતા.
એઇમ્સમાં તેમના નિધન પછી તેમનું પાર્થિવ શરીર કૃષ્ણ મેનન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાન પર લાવવામાં આવ્યું છે.
ભાજપના પ્રમુખ અમિત શાહે મીડીયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે અટલજી ના પાર્થિવ શરીરને સવારે 9 વાગે બીજેપીની ઓફિસે અંતિમ દર્શન માટે લાવવામાં આવશે. બપોરે 1 વાગ્યે અંતિમ યાત્રા શરૂ થશે. તેમની અંતિમવિધિ 4 વાગે સ્મ્રુતિ સ્થળ પર કરવામાં આવશે.
પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના પાર્થિવ શરીરને તિરંગાથી લપેટવામાં આવ્યું છે. ભારત સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ભારતનો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.ભારતના અન્ય કેટલાક રાજયોએ પણ શોક જાહેર કર્યો છે.
અટલજીનો જન્મ ડિસેમ્બર 25, 1924 માં એક સામાન્ય પરિવારમાં થયો હતો.
અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીએ ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવા બહુ મહેનત કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બનાવવા માટે આ બંનેએ ઘણી મહેનત કરી હતી. અટલ અડવાણી ની મજબુત જોડી તુટી ગઇ.

અટલજી ના નિધન પર માનનીય રાષ્ટ્રપતિ , કોંગ્રેસ અને ભારતની અન્ય પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ, વિદેશના નેતાઓએ પણ શોક વ્યકત કર્યો છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એક યુગનો અંત થઇ ગયો. વાજપેયીજીનું જવું તેમના માટે તેમના પિતાના મૃત્યુ સમાન છે. તેમના મૃત્યુથી જે જગ્યા ખાલી થઇ છે તે ભરવી અશ્કય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *