વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.તે પછી 7.30 વાગ્યે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. 72 મા સ્વતંત્રતા દિવસ પર લાલકિલ્લા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંદેશ આપ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ આજે નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે.દેશની આઝાદી માટે અનેક મહાપુરુષોએ પોતાનો જીવ આપ્યો છે, હું તે બધાને નમન કરું છું. દેશના બધા જ જવાનોને સલામી આપી હતી અને દેશની સેવા માટે તેમનો આભાર વડાપ્રધાન મોદીજીએ માન્યો હતો. મોદીજીએ કહ્યું કે, દુનિયામાં ભારતની સાખ અને ધાક રહે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, 2014 માં લોકોએ માત્ર નવી સરકાર બનાવી નથી, તેઓએ દેશ બનાવવા માટે કામ કર્યું છે. આજે દેશમાં 125 કરોડ ભારતીયો નવો દેશ બનાવવા માટે જોડાયા છે. વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં કેટલીક જગ્યાએ સારો વરસાદ થઇ રહ્યો છે, પણ કેટલીક જગ્યાએ પુરથી હાલત ખરાબ થઇ છે. ત્યાં સરકારે લોકોને સરકારી સહાયતા પહોંચાડી છે.
મોદીજીએ કહ્યું કે ‘વડા પ્રધાન જન આરોગ્ય અભિયાન ‘હેઠળ 10 કરોડ પરિવારને પાંચ લાખ રૃપિયાની વીમા કવર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવનાર 25 સપ્ટેમ્બર પર પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જંયતી પર સમગ્ર દેશમાં તેને લાગુ કરવામાં આવશે.
મોદીજી એ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષોમાં પ્રત્યક્ષ કરદાતાઓના સંખ્યા ચાર કરોડથી વધીને 6.75 કરોડ થઈ ગઇ છે, તે જ રીતે અપ્રત્યક્ષ કરદાતાઓની સંખ્યા જ્યાં પહેલા 70 લાખ હતી, તે જીએસટીનો અમલના એક વર્ષમાં વધીને 1.16 કરોડની સપાટીએ પહોંચી છે.
મોદીજીએ કહ્યુ કે, દેશ એ જ છે, ધરતી એ જ છે, હવાઓ એ જ છે, આકાશ એ જ છે, સમુદ્ર એ જ છે, સરકારી કાર્યાલય તે જ છે, નિર્ણય પ્રક્રિયા કરવાવાળા લોકો પણ તે જ છે પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં દેશ પરિવર્તન અનુભવ કરી રહ્યો છે. હવે ભારતને ‘રીફોમ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ’ ની ધરતની દ્રષ્ટિએ જોવાય છે. આપણે રેકોર્ડ નાણાકીય વૃદ્ધિ કરી રહ્યા છીએ. 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવાનું અમારું લક્ષ્યાંક છે.
મોદીજી કહ્યું કે, આપણા દેશે સંકલ્પ લીધો છે કે 2022 અથવા તે પહેલાં જ્યારે સ્વતંત્રતા 75 વર્ષ પૂર્ણ થશે, ત્યારે મા ભારતીના કોઈ સંતાન હાથમાં તિરંગા લઇને અવકાશમાં જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *