ગુજરાત ગેસ લિમિટેડ (GGL) ગેઇલ સાથે વડોદરા ગેસ લિમિટેડમાં (VGL) તેનો સંપૂર્ણ 50 ટકા હિસ્સો ખરીદવા વાટાઘાટ કરી રહી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 1972 માં શહેરમાં ઘરે ઘરે ગેસ પહોંચાડવા સીટી ગેસ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભુ કરયું હતું. તે પછી વર્ષ 2013 માં પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) એક્ટ 2006 મુજબ, વી.જી.એલ. અને ગેઇલે સાથે મળીને 50:50 ની સંયુક્ત સાહસ કંપનીની રચના કરી હતી.
ગેઇલ (ઈન્ડિયા) લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ગેઇલ ગેસ, ગુજરાત ગેસમાં 50 ટકા હિસ્સો વેચવા સહમત થઈ છે પણ ગેઇલ ગેસ અને સ્થાનિક સિવિક બોડી વડોદરા મહાનગર સેવા સદન (વી.એમ.એસ.એસ.) વચ્ચેના 50:50 જે.વી. કરારમાં પ્રતિબંધિત કલમ ગુજરાત ગેસના 20 ટકાથી વધુનું વેચાણ કરવાની મંજૂરી આપતું નથી. એટલેજ આર્ટિકલ ઓફ એસોસિએશન્સ તથા શેરહોલ્ડર એગ્રીમેન્ટમાં સુધારો કરવા માટે ગેઇલે મ્યુનિ.કોર્પોરેશનને મ્યુનિ.બોર્ડની મંજૂરી મેળવવા માટે કહ્યું છે.
ગુજરાત ગેસના ચેરમેન જે.એન. સિંઘે એક અંગ્રેજી ન્યુઝ પેપરને જણાવ્યું હતું કે, “સંપાદનની કિંમત રૂ. 200-250 કરોડની નજીક છે અને લગભગ એક મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે.”
વીજીએલે પ્રથમ પાંચ વર્ષમાં મૂડીખર્ચ યોજના અંતર્ગત રૂ. 200 કરોડની જાહેરાત કરી હતી જેમાં તે 2013 માં 75,000 થી ઘરગથ્થુ કનેક્શનની સંખ્યા 2018 માં 1,80,000 સુધી લઇ જશે.