ફિફા વિશ્વ કપ 2018 માં અર્જેન્ટીના, પોર્ટુગલ અને જર્મની જેવી મજબુત ટીમ બહાર થઇ જવા સાથે 16 રાઉન્ડની ગ્રુપ સ્ટેજ મેચો હવે સમાપ્ત થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં 8 ટીમો બાકી રહી છે. આ 8 ટીમોમાં બ્રાઝિલ,ઈંગ્લેન્ડ, બેલ્જિયમ, ક્રોએશિયા, ઉરુગુવે, સ્વીડન, ફ્રાન્સ, રશિયા છે.
ક્વાર્ટર ફાઈનલ મેચ 6 અને 7 જુલાઈ એ રમાશે. શુક્રવારે અંતિમ 8 ની મેચમાં ઉરુગવે અને ફ્રાન્સ વચ્ચે મેચ રમાશે. તે પછી બ્રાઝિલ અને બેલ્જિયમ વચ્ચે મેચ રમાશે. શનિવારે સ્વીડન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. તે પછી રશિયા વિરુદ્ધ ક્રોએશિયા વચ્ચે મેચ રમાશે.
આ 8 ટીમના ફુટબોલરો પોત પોતાની ટીમને જીતાડી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવશે. આ ચારે મેચમાં ખરાખરીનો ખેલ થશે.
ફિફા વર્લ્ડ કપ 2018 માં ફ્રાન્સ, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, સ્વીડન અને ક્રોએશિયાની ટીમો યુરોપની છે. જયારે ઉરુગુવે અને બ્રાઝિલ ની ટીમ દક્ષિણ અમેરિકાની છે.
ફિફા વિશ્વ કપ 2018ની સેમિફાઇનલ મેચ 10 અને 11 જુલાઈ પર થશે. જ્યારે 15 જુલાઈ ફાઇનલ મેચ રમાશે.