ભાવનગરના ઘોઘા દહેજ વચ્ચે શરૂ થયેલી રોરો ફેરી સર્વિસ સપ્ટેમ્બર સુધી ફરી એકવાર બંધ કરવામાં આવી છે.
જાન્યુઆરી ૨૦૧૨ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ તેનું ખાત મૂહૂર્ત કર્યું હતું. વિધાનસભાની ચુંટણી આવનાર હોવાથી અને મોદીજીનું આ સપનું પુરુ કરવામાં ગુજરાત સરકારે ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ આ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં ભારે ઉતાવર કરી હતી.

સત્તાવાળાઓ અગાઉ પણ ટેકનીકલ અને વાતાવરણ ખરાબના બહાને રો રો ફેરી સર્વિસ બંધ કરી ચુકયા છે. આ વખતે GMBએ રો-રો ફેરી સર્વિસના સંચાલકોને નોટિસ પાઠવી આ સર્વિસ બંધ કરવા જણાવ્યું છે.
હમણાં ખંભાતના અખાતનો દરિયો અત્યંત કરંટ વાળો હોવાથી અને હાલ દરિયો તોફાની હોવાના કારણે આ સેવા બંધ કરવામાં આવી છે.
ફરી રો રો ફેરી સર્વિસ કયારે શરુ કરાશે તેની જાણ કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *