કસ્ટમરની રોજ સવારની જરુરીયાત દુધ, ઇંડા, બ્રેડ ઘર બેઠા પુરી કરવા બીગ બજાર અને ફયુચર રીટેલ ગ્રુપના કિશોર બિયાની હોમ ડીલીવરી સર્વિસ લાવી રહ્યા છે.


ફ્યુચર રિટેલના આવવાથી માઇક્રો ડિલિવરી માર્કેટમાં મિલ્કબાસ્કેટ અને સુપર ડેઇલી ને જબરદસ્ત કોમ્પીટીશન મળશે. લોકલ દુધવાળા અને બેકરીવાળાને પણ આ હરીફાઇમાં સારી સર્વિસ આપી ઉતરવું પડશે.
ફયુચર ગ્રુપ ઇઝેડ, નીલગીરી અને હેરિટેજ બ્રાન્ડ હેઠળ 1,000 આઉટલેટ લોન્ચ કરીને દૂધ, ઇંડા અને બ્રેડની હોમ ડીલીવરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યુ છે. હોમ ડિલીવરી બિઝનેસથી દરેક સ્ટોર્સને દરમહિને ર૦ લાખ રુપીયાનો વધારાનો બિઝનેસ મળશે તેનું કિશોર બિયાનીનું કહેવુ છે.
આવનાર મહિનામાં ફયુચર રીટેલ ફ્રુટ, વેજીટેબલ અને ગ્રોસરી ડીલીવરી બિઝનેસમાં પણ આવશે.
ઓનલાઇન શોપીંગ એપની કોમ્પિટિશનની જેમ હવે આ માઇક્રો ડિલિવરી એપ સ્ટોર્સમાં પણ કોમ્પિટિશન થવાની સંભાવના છે, જોઇએ કસ્ટમરને કેવો લાભ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *